Diwali Snehmilan 2024
TVH Botnang
Schumannstraße 8, 70195 Stuttgart, Germany
Baden-Württemberg
48.7784684
9.1290952
કારતક સુદ એકમના દિવસે પ્રભુ શ્રીરામ અયોધ્યા પધાર્યા, અને પાછા આ દિવસે જ વિશ્વાત્મન્ નંદ-નંદન એવા શ્રી બાળ કૃષ્ણએ ગોકુળવાસીઓના માધ્યમથી સૌને ગોવર્ધન પૂજા અને અન્નકૂટ કરવાનું શિખવ્યું. વળી આ જ દિવસે ભગવાન વામને વિરાટ રુપ લઈ બલીને પાતાળમાં ચાંપ્યો અને એટલે આપડે આ દિવસને બલિપ્રતિપદા તરીકે પણ ઓળખિએ છીએ. આવો પાવન દિવસ એકમ એટલે વિક્રમ સંવતનું નવું વર્ષ.
જેની સવાર સારી એનો આખો દિવસ સારો. એમ વર્ષનો પહેલો દિવસ જેનો સારો એનું આખું વર્ષ સારું. તો આવી સારી શરુઆત કરવાં ગુજરાતી સમાજ સ્ટુટગાર્ટ દ્વારા એક નાનકડું સ્નેહ-મિલન રાખવામાં આવ્યું છે જેમા તમારી પણ હાજરી હશે તો જામશે...
તારીખ: ૦૨.૧૧.૨૦૨૪
સ્થળ: Schumannstraße 8, 70195 Stuttgart, Germany
સમય: ૧૫:૦૦ – ૨૧:૪૫
તૈયારી: ઘેરથી મીઠુડિ હારે કપડા મેચિંગ કરીને પહોચી જજો. જમાવાનું હોલ પર જ મળશે.
ફાળો: ૧૫ યુરો વ્યક્તિદિઠ, ભોજન સહિત. નોંધ: ૬ વર્ષથી નીચેના બાળકોને વિનામૂલ્યે પ્રવેશ આપવામાં આવશે.
આયોજકો: ગુજરાતી સમાજ સ્ટુટગાર્ટ વતી આપણે બધાં
ખાસતો આપને અથવા આપના બાળકને કોઈ પ્રસ્તુતિ કરવી હોય અને/અથવાં કોઇ પરફોર્મન્સમાં ભાગ લેવો હોય તો તાત્કાલિક જણાવશો. ખભેખભો મેળવીને કામ કરીશું તો વધું આનંદ આવશે. વિવિધ કામોમાં તમારા સહકારની પણ જરુર છે જ. તો આપનાથી કોઇ સેવા થઈ શકે તો સમ્પર્ક કરી ને બને એટલો સહકાર આપશો.
કહેવાની જરુર ખરી કે મર્યાદિત લોકોનો સમાવેશ જ થઈ શકે તેમ હોય સત્વરે આપનું નામ નોંધાવશો.
કાર્યક્રમ:========૧૫:૦૦ – ૧૬:૦૦ રજિસ્ટ્રેશન અને ચા નાસ્તો (૧૭:૦૦ વાગ્યા પછી પ્રવેશ મળશે નહિં.)૧૬:૦૦ – ૧૮:૧૫ જલ્સા૧૮:૧૫ – ૧૯:૦૦ જમવાનું૧૯:૦૦ – ૨૧:૪૫ પાછાં જલ્સા
ઇ-મેઇલ: event@gujaratisamaj.de
રેજીસ્ટ્રેશન લિંક: https://www.universe.com/gss-diwali2024
નૂતન વર્ષ ૨૦૮૧ (દિવાળી ૨૦૨૪) તમારી સાથે ઊજવવાં અને આનંદ કરવા તમારી રાહ જોઇ રહ્યાં છીએ.
શુભ દિવાળી અને નૂતન વર્ષાભિનંદન
સ્નેહાધિન,ગુજરાતી સમાજ સ્ટુટગાર્ટ